શેઠ મોતીલાલ ન્યાલચંદ હાઈસ્કૂલ અને
સ્વ. શ્રીમતી નાથીબેન ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હાયર સેકંડરી સ્કૂલ,
પાટણ ( ઉ. ગુ. )

(02766) 234440

Kalika Road , Patan (N.G.) - 384 265.

triangle
About Us

આચાર્યશ્રી નો સંદેશ

               આજના આ હરીફાઈના યુગમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે ચાલતી હરીફાઈ નું અંગ બને એવા પ્રયત્નો આ શાળા કરી રહી છે. આ શાળાનું વર્ષ 2013 - 14 નું S.S.C. નું પરિણામ 73%, સામાન્ય પ્રવાહ નું પરિણામ 80.70% અને ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 94.14% આવેલ છે. જેમાં એસ.એસ.સી. માં પ્રજાપતિ ધવલ રાજેશકુમાર 94.77% સાથે પ્રથમ, ધો.12 (સામાન્ય પ્રવાહ) માં ખત્રી અલ્પાબેન વિષ્ણુભાઈ 97.58% સાથે પ્રથમ અને ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ) માં શેખ સાનીયા મહેબુબમીયા 88.27% સાથે પ્રથમ આવેલ છે. સારું પરિણામ આવે તે હેતુથી ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે દર અઠવાડીયે ટેસ્ટ લેવાય છે. શૈક્ષણિક સોફ્ટવરે દ્વારા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે એટલે કે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ શિક્ષણમાં કરવામાં આવે છે. આ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સારા પરિણામો માટે પ્રોત્સાહિત કરવા દાનની જાહેરાતો કરીને ઇનામ વિતરણ ફંડ ઉભું કરેલ છે જેમાં નિવૃત શિક્ષકોએ પણ પોતાનું યોગદાન આપેલ છે. વળી કેટલાક ભૂ.પૂ. વિદ્યાર્થી દાતાઓએ પણ આ ફંડમાં સખાવત કરી છે.

               વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને પારખીને તેને લગતું પ્લેટફોર્મ અમે પુરુ પાડીએ છીએ જેના માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન શાળામાં કરવામાં આવે છે. શાળામાં ઇકો ક્લબ, એન.સી.સી. બોયઝ એન્ડ ગર્લ્સ, પાટણ ક્રિકેટ એકેડેમી જેવી પ્રવૃતીઓએ આગવું આકર્ષણ પેદા કર્યું છે. આ શાળામાંથી રાષ્ટ્ર સ્તરે ઘણા વિદ્યાર્થીઓએ પ્રતિનિધિત્વ કરેલ છે પછી એ ટેનિસ, વોલીબોલ કે ક્રિકેટ જેવી ગમે તે રમત હોય, અમારો એક વિદ્યાર્થી સમીપ અશેષ મહેતા તો આંતર રાષ્ટ્રીય સ્તરે ટેનીસ રમવા ગયો હતો. આ વર્ષે અમારી પાટણ ક્રિકેટ એકેડેમીનો એક ખેલાડી રામી યશ ગુજરાતની નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન પામ્યો છે. વળી આજ એકેડેમી નો બીજો એક ખેલાડી બારોટ વિશાલ બરોડા ક્રિકેટ એસોશિએશન વતી રમી રહ્યો છે. શાળા દ્વારા ચાલતી પાટણ ક્રિકેટ એકેડેમીના કોચ શ્રી નરેશભાઈ પટેલ (શાળાના વ્યાયામ શિક્ષક) ને ખુબ ખુબ અભિનંદન…

               રાજ્ય કક્ષા સુધી રમનાર તો ઘણા બધા ખેલાડીઓ છે. દર શનિવારે જુદી જુદી પ્રવૃતિઓ શાળામાં કરવામાં આવે છે. ઇકો ક્લબ દ્વારા દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી વૃક્ષો ઉછેરીને "આપણી શાળા ગ્રીન શાળા" બનાવવામાં આવે છે. આ સંકુલમાં અંદાજે 560 વૃક્ષો છે.

               સંચાલક મંડળ દ્વારા આ સંકુલમાં ધોરણ એક થી પાંચ પણ શરુ કરવામાં આવ્યું છે. એટલે કે આ શાળા સંકુલમાં ધોરણ એક થી બાર (વિજ્ઞાન પ્રવાહ સહિત) સુધીના વર્ગો ચાલે છે. પ્રાથમિક વિભાગનું મકાન પણ નવું અને સુવિધા સભર છે. અમારી શાળામાં અદ્યતન મલ્ટીમીડિયા રૂમમાં 10X10 ફૂટના પડદા ઉપર હોમ થીયેટર સાઉન્ડ સિસ્ટમથી ભણાવવાની સુવિધા છે. કમ્પુટર લેબમાં તદ્દન નવીન કમ્પુટર દ્વારા કમ્પુટર શિક્ષણ આપવામાં આવે છે.

               આ શૈક્ષણિક સંકુલમાં ઘણા કલાકારો અગ્રણીઓ, આગેવાનો, શિક્ષણવિદો, તજજ્ઞો અને સંતોએ મુલાકાત લઈને બાળકોને સંસ્કાર સિંચનનું ભગીરથકામ કરવામાં અમને મદદરૂપ થયા છે. અમારા બાળકો સ્વાભિમાની, સંસ્કારી અને પ્રખર દેશ ભક્ત બને એવા અમારા પ્રયત્નોમાં આપ પણ સહભાગી થશો એવી અપેક્ષા.....

               ચંદ્રકાંત એન. પટેલ
આચાર્યશ્રી, શેઠ એમ એન હાઇસ્કુલ – પાટણ